હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી !


SHARE









હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી !

હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીર દીકરીને અજાણ્યા શખ્સ દ્વારા તારા મમ્મીને હોસ્પિટલે દાખલ કર્યા છે તેવું કહીને બાઈકમાં બેસાડવામાં આવી હતી અને ત્યારબાદ તે બાઈકને હોસ્પિટલે લઈ જવાના બદલે ટીકર રોડ ઉપર લઈ જઈને સગીરાને છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી હતી અને સગીરાએ કપડાં ન કાઢતા તેને માર માર્યો હતો અને આ બાબતે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદમાં રહેતા પરિવારની સગીર દીકરી પોતાના ઘરેથી દૂધ લેવા માટે દુકાને જઈ રહી હતી ત્યારે અજાણ્યો શખ્સ બાઈક લઈને તેની પાસે આવેલ હતો અને “તારા મમ્મીને હોસ્પિટલે દાખલ કર્યા છે” તેવું કહ્યું હતું આટલું જ નહીં સગીરાને વિશ્વાસમાં લેવા માટે આ અજાણ્યા શખ્સે સગીરાને તેના મામા, માસી તથા માસીના દીકરાનું નામ પણ આપ્યું હતું અને તે બધાને ઓળખે છે તેવું કહ્યું હતું આમ સગીરાને વિશ્વાસમાં લઈને બાઇક ઉપર બેસાડીને આ શખ્સ તેને દવાખાને લઈ જવાના બદલે ટીકર રોડ ઉપર લઈ ગયો હતો અને ત્યાં અવાવરું જગ્યા પાસે બાઈક ઉભું રાખીને સગીરાને છરી બતાવીને કપડાં ઉતારવા માટે કહ્યું હતું ત્યારે સગીરાએ કપડા ન ઉતારતા તેને માર મારવામાં આવ્યો હતો અને અજાણ્યા શખ્સ દ્વારા છરી બતાવીને સગીરાને આ બનાવ વિશે કોઈને કશુ જ કહીશું તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યારબાદ આ શખ્સ સગીરાને હળવદના રેલવે સ્ટેશન પાસે છોડીને જતો રહ્યો હતો જો કે, હાલમાં બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ કરવામાં આવી રહી છે.

 
વિસીપરા મારામારી
મોરબી વિસીપરામાં આવેલ હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતા પરિવારમાં ઝઘડો મારામારી થઈ હતી.જેમાં આરીફ ગનીભાઇ ઉમરેટીયા (૩૯) ને ઘરે તેના બંને પુત્રો અને પત્નીએ માર મારતા આરીફભાઈને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામાપક્ષે આરીફભાઇ દ્રારા તેમના પુત્રો અમન આરીફ ઉમરેટીયા (૧૮) અને અર્શ આરીફ ઉમરેટીયા (૧૩) ને પાઇપ વડે માર મારવામાં આવ્યો હોય તે બંનેને પણ સારવારમાં સિવિલે લઈ જવાયા હતા.જ્યારે આરીફભાઇના પત્ની કૌશરબેન આરીફભાઈ ઉમરેટીયા (૩૮) ને આ બાબતે મનોમન લાગી આવતાં ફિનાઇલ પી લીધુ હતુ જેથી તેણીને પણ સારવારમાં સિવિલે ખસેડાયા હોય બી ડિવિઝન પોલીસ મથકના મુકેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.
 
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ યોગીનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ધરમસિંહ બંજારારામસિંહ દરબાર નામના ૩૫ વર્ષના યુવાનને ઘર નજીક હતો.ત્યારે મારામારીમાં ઈજા થતા સિવિલએ સારવાર માટે ખસેડાયો હતો. તેમજ જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વેન્ટો સિરામિક નજીક રહેતા કૃષ્ણાભાઈ નામના ૨૫ વર્ષના યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના કારખાનામાં કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા પીન્ટુરાય મોન્ટુરાય નામના ૧૯ વર્ષના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
 
વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે જુના મકનસર ખાતે હાઇવે રોડની ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ નિખિલ ચૌહાણ (૨૪) અને સુરેન્દ્ર રામુભાઈ શર્મા (૨૫) રહે.જુના મકનસરને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના વનાળીયા ગામે રતિભાઈ કણજારિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ મંડલોય નામના યુવાનની તબિયત અચાનક લથડી જતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
 



Latest News