મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે   મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર: ૧૨ નવેમ્બરે થશે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો મોરબીના દેવળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા વૃધ્ધનું મોત દુનિયામાં ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  


SHARE









ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  

ટંકારાના વીરપર ગામે નિરાધાર, અશક્ત અને વૃદ્ધ ગૌવંશના રક્ષણ તથા નિભાવ માટે વીરપર ગામ સમસ્ત તથા શ્રી વીરપર ગૌશાળા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગૌશાળાના આર્થિક સહયોગાર્થે સોરઠની અમર પ્રેમ અને શૌર્યગાથા રજૂ કરતું ઐતિહાસિક નાટક 'વીર માંગડાવાળો' (યાને ભૂત રોવે ભયંકર) ભજવવામાં આવશે. 
આજના આધુનિક યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકસાહિત્યના પાત્રો જીવંત રહે તેમજ સમાજમાં જીવદયા અને ગૌરક્ષાની ભાવના પ્રબળ બને તેવા શુભ આશયથી આ નાટ્ય પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગામના ઉત્સાહી યુવાનો દ્વારા દિવસ-રાત તનતોડ મહેનત કરી આ નાટક માટે સુંદર સેટિંગ, વસ્ત્રપરિધાન અને સંવાદોની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. નાટક દ્વારા એકત્ર થનારી તમામ રકમ ગૌશાળામાં રહેતી ગાયોના ઘાસચારા, પીવાના પાણી અને આરોગ્યલક્ષી સારવારના ખર્ચ માટે વાપરવામાં આવશે. જેથી આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારે રાત્રે ૧૦:૦૦ કલાકે શ્રી વીરપર ગૌશાળા ગ્રાઉન્ડમાં નાટક જોવા આવવા માટે સમસ્ત વીરપર ગ્રામજનો તથા વીરપર ગૌશાળા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. અને સર્વે ધર્મપ્રેમી જનતાને ગૌસેવા યજ્ઞમાં સહભાગી બનવા અને કલાકારોનો ઉત્સાહ વધારવા સમયસર આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News