સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE









માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા પાસે મોરબી તરફ જતા સર્વિસ રોડ ઉપર ડબલ સવારી બુલેટને એસટી બસના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં એસટી બસના ચાલક સામે ઇજા પામેલા યુવાને ફરિયાદ નોંધાવેલ છે.

 માળીયા મીયાણામાં આવેલ ભોડી વાંઢ વિસ્તારમાં રહેતા હુસેનભાઇ કરીમભાઈ નોતીયાર (22)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 4048 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા ખાતેથી મોરબી તરફ જતા સર્વિસ રોડ ઉપર ફરિયાદીના બુલેટ નંબર જીજે 27 સીઆર 4431 માં ડબલ સવારીમાં તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદી યુવાનને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે બુલેટ ચલાવી રહેલા સાહેદને પગમાં ફ્રેક્ચર થતા બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News