હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી: પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પિતા-ભાઈએ છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી


SHARE





મોરબી: પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પિતા-ભાઈછરી બતાવીને આપી મારી નાખવાની ધમકી

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરમિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલા હોય યુવતીના પિતા અને તેનો ભાઈ બંને ત્યાં છરી લઈને આવ્યા હતા અને યુવાન ની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના સસરા અને સાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ભાવનગર જિલ્લાના મેસણકા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે નીલકંઠ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરદીપભાઈ મુકેશભાઈ દાણા (23)એ હાલમાં બાબુભાઈ કાળાભાઈ પરમાર અને ભરતભાઈ બાબુભાઈ પરમાર રહે. બંને થાનગઢ વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બાબુભાઈ પરમારની દીકરી મનીષા સાથે તેણે પ્રેમ લગ્ન કરેલા છે જે આરોપીઓને સારું નહીં લાગતા ફરિયાદી જાંબુડિયા ગામ પાસે આવેલ નીલકંઠ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહે છે ત્યાં છરી લઈને બંને આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદીના પત્ની મનીષાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના સસરા અને સાળા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News