મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ


SHARE









મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ

મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે નદીના પાણીના વેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ૩ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય અન્વયે રૂ.૪ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ દિવંગતોના પરિવારોને સાંત્વના પાઠવી હતી.

માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા ગેલાભાઈ નોંધાભાઇ હાડગરા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા સિરાજભાઈ ખમીશાભાઇ સંધી અને તેમના ૭ વર્ષીય પુત્ર કાસિબ સિરાજભાઈ સંધીના શોકગ્રસ્ત પરિવારજનોને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News