મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ


SHARE









મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ

મોરબીની નાની બજારમાં અને લાતી શેરી નંબર 3-4 વચ્ચે તથા વાંકાનેરમાં શક્તિપરા સ્કૂલ પાછળની શેરીમાં તેમજ વિનયગઢ ગામની સીમમાં જુગારની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 16 શખ્સોને રોકડ રકમ સહિતના મુદામાલ સાથે પકડવામાં આવ્યા હતા જો કે, 6 શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં નાની બજારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા એજાજભાઈ મહેબૂબભાઈ ચાનીયા (29), સોહિલભાઈ સલીમભાઈ બ્લોચ (19), આદિલભાઈ યુનુસભાઈ બ્લોચ (23), ગુલામહુસેનભાઇ ફિરોજભાઈ બ્લોચ (28), અક્રમભાઈ મહેબુબભાઇ શાહદાર (24), જુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબૂબભાઈ પાયક (27), ઇમરાનભાઈ યુસુફભાઈ તલાટ (19), હુસેનભાઈ રફિકભાઈ વડાવરીયા (20) અને અલ્તાફભાઈ કાસમભાઇ કુરેશી (29) મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 47,100 ની રોકડ કબજે કરી હતી અને આ ગુનામાં મુસ્તાક દાઉદભાઈ દાવલિયા રહે. મકરાણીવાસ મોરબી વાળા સહિત 10 શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લાતી શેરી નંબર 3-4 વચ્ચે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અનવરભાઈ ઇલ્યાસભાઈ કટિયા (30) રહે. લાતી પ્લોટ શેરી નં. 3-4 મોરબી વાળો મળી આવતા પોલીસે 21,000 ની કિંમતના પાંચ મોબાઇલ ફોન તથા રોકડા 500 રૂપિયા આમ કુલ મળીને 21,500 ના મુદમાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી કાનાભાઈ મનીષભાઈ જોશી રહે. વાવડી રોડ મોરબી તથા તારમામદ ઈસ્માઈલભાઈ જુનાણી રહે. વાવડી રોડ રામ પાર્ક મોરબી વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના શક્તિપરા સ્કૂલ પાછળની શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે રાયસીંગભાઇ દિનેશભાઈ બાબરીયા (25) અને આમીન મહેબુબભાઇ જેડા (28) રહે. બંને વાંકાનેર વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 10,800 ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસને જોઈને આરોપી રસીદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા રહે. શક્તિપરા, સાહિલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. ભાટિયા સોસાયટી અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી રહે. શક્તિપરા વાળા નાસી છૂટેલ હોય હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં કૈલાશ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા જીતેશભાઈ જીવરાજભાઈ ધાડવી (30) રહે. વિનયગઢ, ભુપતભાઈ માવજીભાઈ મકવાણા (42) રહે. વિનયગઢ, રમેશભાઈ માવજીભાઈ ચૌહાણ (34) રહે. સરોડી અને મહેશભાઈ ધમાભાઈ સારલા (24) રહે. રામપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 25,100 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News