મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલ શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનને માનસિક તકલીફ હોય તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અર્જુનભાઈ રાયસંગભાઈ મજહિ (37) એ લેબર કોલોનીમાં આવેલ તેના કવાર્ટરમાં કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મૃતકના ભાઈ ભીમાભાઇ રાયસીંગભાઈ મજહી જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક એક દિવસ પહેલા જ તેના વતનમાંથી મોરબી આવ્યો હતો અને તેને કોઈ માનસિક તકલીફ હોવાથી તેને આ પગલું ભરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.




Latest News