મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાનના બાળકો કવાર્ટર નજીક પાણીના ખાડા પાસે રમતા હતા દરમિયાન પાણી ભરેલા ખાડાની અંદર બે વર્ષનો બાળક પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ ઇ-ટાઇલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા જીતેન્દ્રભાઈ સાધાના બાળકો ત્યાં પાણી ભરેલા ખાડા નજીક રમી રહ્યા હતા દરમિયાન ઈશાંત જીતેન્દ્રભાઈ સાધા (2) નામનો બાળક પાણી ભરેલા ખાડામાં રમતા રમતા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે બે વર્ષના બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની તપાસ નંદરામભાઈ મેસવાણિયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ભૂષણ રામજી (36) નામના યુવાનને કોઈ કારણોસર સળિયા વડે માર મારવામાં આવતા ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ ગિરિરાજ સોસાયટી ખાતે રહેતા આશિષ રાધેશ્યામ તિવારી નામના યુવાનને કારખાનેથી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી તરફ આવવાના રસ્તા ઉપર ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા ફરીદાબેન રમજાનભાઈ માલાણી (17) અને મિલુબેન સંદીપભાઈ ભટ્ટી (42) નામના બે મહિલાઓને ઉમા ટાઉનશીપ પાસે ધોકા વડે માથાના ભાગે માર મારવામાં આવતા ઈજા પામેલ હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News