મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા


SHARE









મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી અને આ બેઠકમાં ઉબડ ખાબડ રોડ રસ્તા સહિતના પ્રશ્નો સદસ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેને લઈને વહેલી તકે રોડ રસ્તા રીપેર કરવા માટેની સુચના આપવામાં આવી છે અને મોરબી જિલ્લામાં 345 જેટલા વિકાસ કામો વર્ષ 2020 થી અત્યાર સુધીમાં મંજુર કરવામાં આવ્યા છે તે પૈકી વર્ષ 2020 થી 2022 સુધીમાં મંજૂર થયેલ કામ પૈકીનાં 8 કામો હજુ સુધી કરવામાં આવેલ નથી જેથી તે કામોને રદ કરવામાં આવ્યા હતા અને રેતી રોયલ્ટીના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દૂબરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં તમામ સદસ્યો હાજર રહ્યા હતા ખાસ કરીને મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં સભ્ય પદે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ રાખવામાં આવ્યું હોય તે પદ ઉપરથી તેઓએ રાજીનામું આપતા નવા સભ્ય તરીકે ભગવતીબેન ગિરીશભાઈ લકુમની નિમણૂક કરવામાં આવી છે આવી જ રીતે સામાજિક ન્યાય સમિતિના કોઓપ્ટ સભ્ય તરીકે કાળાભાઈ ગોકળભાઈ મકવાણાએ રાજીનામું આપતા તેઓની જગ્યાએ સોનલબેન રાજેશભાઈ બારીયાની નિમણૂક કરવામાં આવી છે.

 

મોરબી જિલ્લામાં ધાર્મિક સ્થળોને જોડતા મુખ્ય રસ્તાઓ ઉબડ ખાવડ હોય તેને તાત્કાલિક રીપેર કરવા માટેની તીથવા બેઠકના સદસ્ય મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબી જિલ્લામાં રેતી રોયલ્ટીના વર્ષ 2020-21 થી અત્યાર સુધીમાં કુલ મળીને 345 એટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે જે પૈકીના વર્ષ 2020-21 અને 21 22 માં મંજૂર થયેલા કામમાંથી 8 કામો હજુ સુધી કરવામાં આવેલ નથી જેથી તે કામોને રદ કરવામાં આવેલ છે. અને વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, 119 કામો હજુ સુધી શરૂ કર્યા નથી અને 95 કામ પ્રગતિ હેઠળ છે. અને વર્ષ 2025-26 માં મંજૂર થયેલા 6 વિકાસ કામોની મુદતમાં વધારો કર્યો હતો.

મોરબી જિલ્લો વર્ષ 2014 થી અસ્તિત્વમાં આવ્યો છે તેમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ હળવદ તાલુકો તથા જામનગર જિલ્લામાંથી આવેલા ગામોમાં બિનખેતી આકાર અને કરમાં વિસંગતતા જોવા મળતી હતી જેથી સમગ્ર જિલ્લામાં એક સમાન દર રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી 3 રૂપિયાનો દર નક્કી કરીને સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત મોકલવા માટેનો ઠરાવ કરવામાં આવેલ છે તેની સાથોસાથ જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમાં આંગણવાડી કે શાળાના બાંધકામ માટે જમીન ઉપલબ્ધ નથી ત્યારે પંચાયત કે સોસાયટીની સાર્વજનિક જમીનનો ગ્રામજનોની સંમતિથી ઠરાવ કરીને ઉપયોગ કરવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત જેટિંગ મશીનના ઉપયોગ માટે એસઓપી જાહેર કરવી, પ્રમુખના હયાત બંગલાને યથાવત રાખવો અને ડીડીઓની નવી કાર ન આવે ત્યાં સુધી ભાડાથી કાર રાખવા માટેના ઠરાવને મંજૂરી કર્યા છે.




Latest News