મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો


SHARE









મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો

ટંકારાના હીરાપર ગામે આજે વર્ષો જૂના અને જર્જરિત પાણીના ટાંકાને તોડી પાડવા માટેનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ છે અને પાણીનો ટાંકો જે બાજુ પાડવાનો હતો તેની વિરુદ્ધ સાઇડમાં તે એક મકાન અને દુકાન ઉપર તૂટી પડ્યો હતો જેથી કરીને મકાન અને દુકાનમાં નુકશાન થયું છે જો કે, કોઈ જાનહાનિ થયેલ નથી.

ટંકારાના હીરાપર ગામે રજનીભાઈ સાવજીભાઇ સાવસાણીનું મકાન અને દુકાન આવેલ છે અને ત્યાં તેઓના ઘરની પાસે વર્ષો જૂનો જર્જરિત પાણીનો ટાંકો આવેલ હતો જેથી કરીને તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા સુરક્ષિત રીતે પાણીના ટાંકાને તોડી પાડવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાણીનો ટાંકો પડતાં હતા ત્યારે તે ટાંકો નિશ્ચિત કરેલ જગ્યાને બદલે વિરુદ્ધ દિશામાં તૂટી પડ્યો હતો અને ત્યારે ટાંકાનો કાટમાળ રજનીભાઈ સાવજીભાઇ સાવસાણીનું મકાન અને દુકાન આવેલ છે તે દિશામાં મળતા તેઓના મકાન અને દુકાનમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે જો કે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ જે પાણીના ટાંકાને આજે તોડવામાં આવેલ છે તે અંદાજે 20 વર્ષ જૂનો હતો અને આ ટાંકો જર્જરિત થઈ ગયો હોવાથી ગામમાં નવો પાણીનો સંપ બનાવવામાં આવેલ છે ત્યાર બાદ આ જૂના પાણીના ટાંકાને આજે તોડી પાડવામાં આવેલ છે જો કે, તે ટાંકાનો કાટમાળ મકાન અને દુકાન ઉપર પડતાં દુકાનના માલસામાન અને ઘરમાં રાખવામા આવેલ ઘરવખરીમાં મોટું નુકસાન થયું છે.




Latest News