મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો
મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત
મોરબીના ટંકારા તાલુકામાં આવેલા વિરપર ગામે વાડી વિસ્તારમાં રહી મજુરીકામ કરતા પરીવારની સુમિતા સંજયભાઈ નાયક નામની અગીયાર વર્ષની બાળકીને સાપ કરડી જતા બેભાન હાલતમાં સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવી હતી. જયાં તબીબે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. મોરબી પોલીસે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી. જયારે હળવદના ચરાડવા ગામે ભરતભાઈની વાડીએ સાપ કરડી જતા રીનાબેન દિલીપભાઈ શાસ્ત્રી (24)ને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
રાજકોટ ખસેડાયો
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામીકમાં રહેતો શ્યામ સુંદરભાઈ રાજપુત (21) નામનો યુવાન બાઈક લઈને માળીયા (મીં)ના હરીપર ગામના બ્રીજ પાસેથી જતો હતો ત્યાં અકસ્માત બનાવમાં ઈજા પામેલ હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેમજ માળીયા (મીં)ના ખીરસરા ગામના અભિષેક રાયધનભાઈ ખાંડેખા (25)ને પીપળીયા ચોકડીથી માળીયા જતા રસ્તે મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયારે લીલાપર રોડ ચાર માળીયા ખાતે ઘરે મારામારીમાં ઈજા થતા કલ્પેશ સુરેશભાઈ સોલંકી (30)ને સારવાર માટે લઈ જવાયો હતો.
દારૂ સાથે પકડાયો
મોરબી એ ડીવીઝન પોલીસે લોહાણાપરામાં રહેતા સમીર સીરાજભાઈ બાનાણી ખોજા (47)ના પ્લેઝર સ્કુટરમાં સર્ચ કરતા તેમાંથી એક બોટલ દારૂ મળી આવતા રૂા.375ના દારૂ અને 50 હજારના વાહન સાથે તેને પકડી પુછપરછ કરતા જાવેદ રહે. સીપાઈવાસ મોરબીનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધી તપાસ કરાઈ હતી. જયારે નવલખી રોડ ફાટક પાસે રહેતા આરતીબેન રાહુલભાઈ કોળી (20)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયા હતા. તેમજ લીલાપર રોડે વાડી વિસ્તારમાં સાપ કરડી જતા સાહિલ અરસીભાઈ કુરેસી (18) રહે. કાલીકા પ્લોટને સારવારમાં ખસેડાયો હતો.
મારામારીમાં ઈજા
વિસીપરામાં વિજયનગર પાસે રહેતા જયેશ મોહનભાઈ બૌધ્ધ (41)ને માર મારવામાં આવતા તેણે એ ડીવીઝન પોલીસમાં ભુપેન્દ્ર હમીરભાઈ આંબલીય (38) અને નીતાબેન ભુપેન્દ્રભાઈ (36) રહે. વિજયનગર સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે સામાવાળા દુકાનની સામે ચડો પહેરીને ઉભા રહેતા હોય ના પાડતા લાકડી વડે વાહનના કાચ ફોડી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ વીસીપરામાં જ ઘર નજીક મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા શંકરભાઈ કેશુભાઈ ઓગણીયા (65)નામના વૃધ્ધને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
જયારે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના અજમેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયેલ જેની તપાસમાં ત્યાંની પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનીક પોલીસની મદદથી સગીરાને શોધી તેની સાથેના કનૈયા ઉર્ફે કાનો શાંતિલાલ ભીલ રહે. મુળ મધ્યપ્રદેશ મળી આવતા બંનેને હસ્તગત કરી એમપી લઈ જવા તજવીજ કરી હતી