મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ


SHARE









મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટેની હિંદુ સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનાના તમામ સોમવાર તથા જન્માષ્ટમીના દિવસે મોરબી શહેરી વિસ્તારમાં કતલખાના બંધ રાખવા માટે અને માસ, મચ્છી, મટન અને ચિકનના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં શ્રાવણ મહિનામાં આવતા સોમવાર એટલે કે તા. 17/8 24/8, 31/8 અને 7/9 ના રોજ તેમજ જન્માષ્ટમીના દિવસે એટલે કે તા. 4/9 ના રોજ મોરબી મહાપાલિકા વિસ્તારની અંદર તમામ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવા તેમજ આ દિવસ દરમિયાન માસ, મચ્છી, મટન, ચિકનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાની કડકપણે અમલવારી કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે અને આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો જાહેરનામાનો ભંગ કરનારની સામે ધી જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 તથા 336 હેઠળ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે




Latest News