મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી


SHARE









આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી

વાંકાનેર નજીક આવેલ રાજાવડલા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેના બે ભાઈ અને ભાભીઓ આવીને દીકરો કરતા હતા જેથી યુવાન ઘરની બહાર નીકળતા તેને ગાળો આપવા લાગ્યા હતા ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા તેને લાકડી વડે માથાના ભાગે મારમાર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારીને માથા અને શરીરે ઇજા કરી હતી તેમજ આરોપીઓએ જતા જતા કહ્યું હતું કે “આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે ભાઈ અને ભાભીઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવિયા (32) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનવરભાઈ ઇસ્માઈલભાઈ વડાવિયા, અશરફભાઈ ઇસ્માઈલભાઈ વડાવવિયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા અને રૂબીબેન અશરફભાઈ વડાવિયા રહે ચારેય રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવીને દેકારો કરતા હતા જેથી ફરિયાદી ઘર બહાર આવતા તેને ગાળો દેવા લાગ્યા હતા જેથી ફરિયાદી તેના બંને ભાઈ અને ભાભીઓને ગાળો દેવાની ના પાડતા અનવરભાઈ એ પોતાના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો જ્યારે બાકીના ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને આરોપીઓએ જતા જતા ફરીયાદીને કહ્યું હતું કે “આજે તો તું બચી ગયો હવે પછી ભેગો થઈશ તો પાડી દેશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News