મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો


SHARE









વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો

વાંકાનેરના જોધપર ગામે છોકરાઓને રમવા બાબતે બોલાચલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી ત્યારે મહિલા અને તેની દીકરીને લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે શરીરે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર મહિલા સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઇ સોલંકી (35) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલભાઈ હમીરભાઇ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ અને દેવુબેન હમીરભાઇ રાઠોડ રહે. બધા જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફરિયાદી તથા તેની દીકરી શિવાની સાથે આરોપીઓએ અગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ લાકડાના ધોકા તથા પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીને શરીરે માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર મહિલા છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News