મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા


SHARE









મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા

મોરબીની અણીયારી ચોકડી પાસેથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી કતલખાને લઈ જવામાં આવતી બે ભેંસ અને બે પાડા મળી આવ્યા હતા જેથી પોલીસે પાડા અને વાહન મળીને 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ વેરાઈ શેરી ખાતે રહેતા ધવલભાઇ કિશોરભાઈ વાગડીયા (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આફ્રિદીભાઈ હતામહમદભાઈ જત તથા સદામભાઈ હાફુડાભાઇ જત રહે. બંને સરાડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા હળવદ હાઇવે રોડ પર આવેલ અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 8399 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા અને તેને રોકીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં વાહનને ચેક કરવામાં આવતા તેમાં બે ભેસ અને બે પાડા ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષકો દ્વારા ચાર અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 20000 રૂપિયાની કિંમતના આબોલજીવ તથા 10 લાખ રૂપિયાની કિંમતનું વાહનમાં કુલ મળીને 10.10 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી




Latest News