મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો


SHARE









મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ‘ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.’ દ્વારા મોરબીના એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોર’ ની પ્રેરણાદાયી થીમ સાથે પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો શુભારંભ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ વિવિધ સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ મહિલા સખી મંડળો અને મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્સાહને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

મહિલાઓને સ્વરોજગારી અને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના આશયથી યોજાયેલા આ મેળામાં ૫૦ જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી આકર્ષક રાખડીઓ, હસ્તકલાની વસ્તુઓ, બાંધણી, સાડીઓ, ગૃહ શણગાર અને રોજિંદા ઘરવપરાશની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.આ શુભારંભ પ્રસંગે મોરબી મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટરશ સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા મહિલાઓ અને મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શરૂ થયેલા આ મેળામાંથી ખરીદી કરી મહિલા સશક્તિકરણના આ પ્રયાસમાં સહભાગી બનવા અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.




Latest News