મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી


SHARE











વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર રહેતી મહિલાએ ભિક્ષા વૃતિ કરીને એકત્રિત કરેલ 50,000 રૂપિયા પોતાના ઘરની અંદર રાખ્યા હતા દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરનું તાળું તોડીને તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા મહિલાના પાડોશી દ્વારા આ બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં જીનપરા ગૌશાળા રોડ ઉપર રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણા (34)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના પાડોશમાં રહેતા નિર્મળાબેનના મકાનને તાળું માર્યું હતું તે તાળાને તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને નિર્મળાબેન દ્વારા છેલ્લા સાત થી આઠ વર્ષની અંદર ભિક્ષાવૃત્તિ કરીને એકત્રિત કરેલા 50,000 રૂપિયા તેઓના ઘરની અંદર રાખ્યા હતા જેની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News