મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો


SHARE











માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો

ભચાઉ તાલુકાનાં અમરાપર ગામનો યુવાન માળીયા મીયાણામાં ગેબનશાહના ચિલ્લા પાસે હતો ત્યારે અગાઉ પૈસાની લેતીદેતી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને તેના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેની સાથે રહેલા વ્યક્તિને પણ માર માર્યો હતો આમ બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાથી ઇજા પામેલા બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભચાઉ તાલુકાના અમરાપર ગામે રહેતા તૈયબભાઈ ગુલામભાઈ માણેક (35)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ ખાતે મોસીન ઉર્ફે ડીકો સંધવાણી રહે. નવાગામ, હરઘોળ રહે. નવાગામ અને બે અજાણ્યા શખ્સ આમ કુલ 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે માળિયામાં આવેલ ગેબનશાપીરના ચિલ્લા પાસે હતો ત્યારે આરોપી મોસીન સાથે થોડા દિવસો પહેલા પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથના કાંડા પાસે ઘા મારીને ઇજા કરવામાં આવી હતી તે ઉપરાંત હરઘોળ દ્વારા જમણા પગના ભાગે માર મારીને ફેક્ચર કરવામાં આવ્યું હતું અને સાહેદ સલીમને ધોકા વડે સાથળ તથા હાથમાં માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા બે શખ્સો દ્વારા ધોકાવાડે ફરિયાદીને જમણા હાથમાં તથા પગમાં અને સલીમભાઈને સાથળ અને હાથમાં માર મરવામાં આવેલ હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News