મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના છાત્રાલય રોડ ઉપર રેડ કરી હતી.અને બે રેડમાં નવ બોટલ દારૂ પકડાયો હતો.જેમાં ત્રણ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના છાત્રાલય રોડ ઉપર આવેલ બહુચર પાન પાસે રેડ કરી હતી.ત્યાંથી દારૂની આઠ બોટલ મળી આવતા રૂપિયા ૯૬૦ ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.આ રેડમાં ભરત પ્રેમજીભાઇ સાણજા રહે.ખાનપર મોરબી અને ભાવેશ ઉર્ફે ભગવાનજી રાઠોડ રહે.ચાંચાપર મોરબી ના નામ સામે આવતા બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે દારૂની બીજી રેડ પણ ત્યાં છાત્રાલય રોડ બહુચર પાન પાસે જ કરવામાં આવી હતી અને ત્યાંથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૩૦૦ નો દારૂ પકડીને તેમાં હિતેશ જગદીશભાઇ દલસાણીયા રહે. શ્રીકુંજ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર-ઘુનડા રોડ મોરબી તેમજ ભાવેશ ઉર્ફે ભગવાનજી રાઠોડ રહે.ચાંચાપર મોરબી ના નામ સામે આવતા બંને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

યુવતીનો પતો લાગ્યો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રહીને મજૂરીકામ કરતાં પરિવારની તમન્નાબેન શાહિદભાઈ ખલીલખાન મુસ્લિમ નામની ૨૨ વર્ષીય યુવતી થોડા સમય પહેલા તા.૨-૮ ના રોજ કહ્યા વગર ગુમ થઈ ગઈ હતી.જેથી તેની માતા સાબીલાબેન શાહિદભાઈ દ્વારા આ અંગે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસના.એ.એમ.ગરીયાએ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે ગુમ થયેલ તમન્નાબેનને તેની સાથે લાલપર ગામે કામ કરતા મૂળ રાજસ્થાની યુવાન સાથે પ્રેમ  સંબંધ હોય તે યુવાનની સાથે ચાલ્યા ગયા હતા અને તે યુવાનની સાથે લગ્ન કરી લીધા હોવાનું હાલ સામે આવેલ છે. જ્યારે બાતમીના આધારે પંજાબ પોલીસ મોરબી આવી હતી અને મોરબી ખાતે તેઓને ત્યાં નોંધાયેલ અપહરણના બનાવના આરોપી બાસુદેવ જેના બાસુ (૧૯) રહે.ઓડીસા વાળો મોરબીના જેતપર રોડ રંગપર ગામે આવેલ કારખાનામાંથી મળી આવતા હાલ તપાસના કામે તેને પંજાબ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં

મોરબી સામાકાંઠે માળિયા ફાટક નજીકના ભારતનગર વિસ્તારમાં રહેતા પરિવારની રૂકસાનાબેન ઓસમાણભાઇ મોવર નામની ૧૭ વર્ષની યુવતીએ ઘરે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવી હતી.પોલીસે તપાસ કરતાં સામે આવ્યું હતું કે રૂકસાનાબેન તેના ભાવિ પતિ સાથે ફોનમાં વાત કરતા હોય તે બાબત પિતાને ન ગમતા તેમણે ઠપકો આપ્યો હતો.તે વાતનું મનમાં લાગી આવતા રૂકસાનાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબીના કુબેરનાથ મંદિર રોડ દરબાર શેરી ખાતે રહેતા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા નામના ૭૯ વર્ષના વૃદ્ધ શહેરના શક્તિ ચોક વિસ્તારમાંથી સામાકાંઠે સાયકલ લઈને જવા માટે નીકળ્યા હતા.ત્યારે તાલુકા પોલીસ લાઈનના ગેઇટની સામે તેઓની સાયકલને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઈજા પામેલા રઘુવીરસિંહને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જે અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News