મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

દેશ, ગુજરાત અને સમગ્ર મોરબી જિલ્લામાં કેન્સર, બી.પી.ડાયાબીટીસ હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ દિનપ્રતિદિન વધી રહી છે,આનું કારણ તમાકુ, દારૂ,ગાંજો,ચરસ જેવા વ્યસન છે, વ્યશનના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, કરોડો લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ હોય એમાંથી પ્રેરણા લઈ બ્રહ્મા કુમારી ૐ શાંતિ દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે બંને શાળાના ધો.6 થી 8 ના 400 જેટલા વિદ્યાર્થીઓને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા વ્યશનના દુષણથી થતા નુકશાન સમજાવી પોતાના પિતા ભાઈઓને વ્યશન મુક્ત બનાવવા અપીલ કરી હતી અને વ્યશન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ પણ પોતાની આગવી શૈલીમાં વિવિધ ઉદાહરણો દ્વારા વ્યશનથી થતા રોગો વિશે સમજ આપી વ્યશન મુક્ત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.




Latest News