મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ


SHARE











વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ

હળવદના ખેતરડી ગામે વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તેની બાજુમાં પાણીની નવી ટાંકી બનાવી નાખવામાં આવી હતી ત્યારબાદ જૂની ટાંકીને તોડવા માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેથી આજે કોન્ટ્રાક્ટર દ્વારા જુની પાણીની ટાંકીને તોડવામાં આવી રહી હતી ત્યારે અચાનક આ જૂની ટાંકી તૂટીને બાજુમાં બનાવવામાં આવેલ નવી પાણીની ટાંકીના સાથે અથડાઈ હતી જો કે, મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોય તેવો ઘાટ સર્જાયો હતો. પરંતુ વારંવાર રાખવામાં આવતી બેદરકારી ગમે ત્યારે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે

મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા ટંકારા તાલુકાના હીરાપર ગામે વર્ષો જૂની 50,000 લિટર પાણીની ટાંકી તોડવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે જે દિશામાં ટાંકીને પાડવાની હતી તેના બદલે બાજુમાં આવેલ મકાન અને દુકાન ઉપર ટાંકીનો કાટમાળ તૂટી પડ્યો હતો જેથી મકાન અને દુકાનનો ભૂકો બોલી ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જો કે, કોઈ જાનહની થઈ ન હતી પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટર સામે કોઈ આકરા પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી આવી જ ઘટના હળવદના ખેતરડી ગામે આજે બનેલ છે જેમાં ખેતરડી ગામના લોકો પાસેથી જાણવા મળતી પ્રમાણે આજે તેઓના ગામની અંદર જુની અને જર્જરિત ટાંકી તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જૂની ટાંકી તૂટીને બાજુમાં જ બનાવવામાં આવેલ નવી પાણીની ટાંકી સાથે ધડાકાભેર અથડાઇ હતી જેથી થોડીવાર માટે લોકોના શ્વાસ થંભી ગયા હતા પરંતુ સદનસીબે નવી ટાંકી તૂટી પડી ન હતી પરંતુ વારંવાર ટાંકીઓ તોડવા માટેની કામગીરીમાં જે બેદરકારી રાખવામા આવેલ છે તે ક્યારેક લોકો માટે જીવલેણ સાબિત થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.




Latest News