મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા


SHARE











મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા

મોરબી શહેર અને ટંકારા તાલુકા વિસ્તારમાં જુદા જુદા દારૂના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સોની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે જ્યારે હળવદ તાલુકા પોલીસે 17 વર્ષ જૂના વાયર ચોરીના ગુનામાં આરોપીની પંચમહાલ જિલ્લામાંથી ધરપકડ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલ હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલાની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલા (24) રહે. નાની વાવડી ખોડિયાર સોસાયટી મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવેલ છે. આવી જ રીતે આરોપી ભુપેન્દ્ર ઉર્ફ ભુપત જયસુખભાઈ વાઘેલા ની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપતભાઈ જયસુખભાઈ વાઘેલા (23) રહે. કાલિકા પ્લોટ શેરી નં.1 મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને તેને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપી અખ્તર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરા રહે. રાજકોટ વાળાની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા ટંકારા પોલીસ દ્વારા પાસા હેઠળ આરોપી અખ્તર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરા (27) રહે. નેહરુનગર-2 રાજકોટ વાળાની ધરપકડ કરીને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવેલ છે

17 વર્ષે આરોપી પકડાયો

હળવદ તાલુકાના કેદારીયા તથા રણજીતગઢ ગામની સીમમાંથી તા. 30/7/2009 ના સાંજના છ થી બીજા દિવસે સવારના નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન થાંભલા ઉપર ફીટ કરેલા એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવી હતી અને 5850 મીટર વાયર જેની કિંમત 1.45 લાખથી વધુ થાય છે તેની ચોરી થઈ હતી અને આ ગુનામાં આરોપી ચીમન છીતારામ બારીયા છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હતો આ આરોપી પંચમહાલ જિલ્લા ખાતે હોવાની ચોક્કસ હકીકત હળવદ પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં પહોચી હતી અને આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઇ છીતાભાઈ બારીયા રહે. હાલ વાવકુલી તાલુકો ઘોઘંબા પંચમહાલ ખાતેથી હસ્તગત કરીને તેને હળવદ લાવીને આરોપીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે




Latest News