ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
SHARE
ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
ટંકારા તાલુકાના લજાઈ ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર તરફ ખરબામાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના લજાઈ ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઝૂંપડા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી હસમુખભાઈ રઘુભાઈ ઉઘરેજા (35), રાહુલભાઈ જયંતીભાઈ પાટડીયા (26), અરવિંદભાઈ ભુપતભાઈ પરેચા (32), કિશનભાઇ વિનુભાઈ પાટડીયા (23), ગણેશભાઈ પ્રવીણભાઈ ઉઘરેજા (27) અને નાથાભાઈ અમરશીભાઈ બાવરવા (32) રહે બધા ટંકારા તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 19,700 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર વિસ્તારમાં સમર્પણ આશ્રમ વાળા રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મહમદભાઈ આહમદભાઈ સેરસિયા (54), ફેજલભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (40), જાવેદભાઈ મહમદભાઈ શેરસીયા (32), દિનેશભાઈ ચતુરભાઈ વોરા (44) અને મુબીનભાઈ હુસેનભાઇ પરાસરા (36) રહે બધા વાંકાનેર તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસને 60,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.