મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક નજીક કુદરતી હાજતે ગયેલા આધેડ રેલવે એન્જિનની હડફેટે ચડી ગયા હતા જેથી કરીને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ દ્વારકાધીશ હોટલના રૂમમાં છેલ્લા એક સપ્તાહથી રોકાયેલ યુવાનનું બેભાન અવસ્થામાં રૂમની અંદર મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ કચ્છ જિલ્લાના નાની રવ ગામના રહેવાસી અને હાલમાં રાપર ગામના ત્રંબો ગામ વાડી વિસ્તાર ખાતે રહેતા ગોરાભાઈ ખેતાભાઇ અખિયાણી (55) નામના આધેડ માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલ સામે રેલવેના પાટા ઉપર કુદરતી હાજતે ગયેલા હતા અને ત્યારે ત્યાંથી રેલવેનું એન્જિન નીકળતા રેલવેના એન્જિન ની હડફેટે આવી જવાના કારણે તેઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી કરીને આધેડનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહ ને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પ્રેમજીભાઈ ધનાભાઈ રાકાણી (51) રહે હાલ વાસુકી કોલ લેબર કોલોની નાના દહીસરા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને બંને કાને બહેરાશ હતી અને તેઓ રેલ્વે ટ્રેક પાસે કુદરતી હાજતે ગયા હતા તેવામાં રેલવેનું એન્જિન આવી જવાના કારણે તેની હડફેટે ચડી જવાથી આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના બેટી રામપર ગામના રહેવાસી રામજીભાઈ ભલગામડીયા (48) નામનો યુવાન અમદાવાદ થી રાજકોટ તરફ જતા હાઈવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ દ્વારકાધીશ હોટલના રૂમ નંબર 109 માં છેલ્લા સાત થી આઠ દિવસથી રોકાયેલ હતો દરમિયાન પોતે રૂમની અંદરથી બેભાન હાલતમાં મૃત્યુ પામેલ મળી આવતા તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હિતેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ (59) રહે જીવનદીપ સોસાયટી કતારગામ સુરત વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News