મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત


SHARE









મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામની સીમમાં આવેલ કુવામાં નાહવા માટે થઈને 15 વર્ષનો તરુણ પડ્યો હતો અને ત્યાં કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો ત્રણ વર્ષનો દીકરો ઓરડી પાસે આવેલ પાણીની કુંડીમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી તેનો મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ખારચિયા ગામે રહેતા નિલેશભાઈ બોપલિયાનો 15 વર્ષનો દીકરો વેદ ખારચીયા ગામે આવેલ કુવામાં નાહવા માટે થઈને પડ્યો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિપુલભાઈ મેંદપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ જેતુભાઈ ચૌહાણનો ત્રણ વર્ષનો દીકરો સજ્જન ચૌહાણ વાડીની ઓરડી પાસે રમતા રમતા પાણી ભરેલ કુંડીમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. જે બનાવની મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News