ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
SHARE
મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિરાટ બે કોમ્પલેક્ષમાં ઓફિસની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે 8 શાખાઓ જુગાર રમતા મળી આવ્યા હતા જયારે રવાપર ગામે આવેલ ગાર્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી સાત શખ્સો જુગારૂપના મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બંને સ્થળેથી ફૂલ મળીને 4,67,100 ની મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીના સનાળા રોડ પર આવેલ સ્કાય મોલની બાજુમાં વિરાટ-2 કોમ્પલેક્ષમાં પહેલા માળ ઉપર પગથીયા ચડતાની ડાબી બાજુએ આવેલ ઓફિસમાં સુપ્રીતભાઈ ત્રિભુવનભાઈ પટેલ બહારથી માણસો બોલાવીને જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડતા હોય અને તેની અવેજમાં નાલ ઉઘરાવતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુપ્રીતભાઈ ત્રિભુવનભાઈ સવસાણી રહે. શ્રીજી નગર મોરબી, નિશિતભાઈ ધર્મેન્દ્રભાઈ રાજપરા રહે. નરસંગ સોસાયટી મોરબી, અક્ષયભાઈ જયંતીભાઈ વડસોલા રહે. યોગેશ્વર સોસાયટી મોરબી, ભાવેશભાઈ રમેશભાઈ અગોલા રહે. ઉમાપાર્ક સોસાયટી મોરબી, હાર્દિકભાઈ કાંતિભાઈ સંઘાણી રહે. શિવગંગા એપાર્ટમેન્ટ મોરબી, યસભાઈ રમેશભાઈ કાંજિયા રહે. સૂર્યકિર્દી સોસાયટી મોરબી, સંદીપભાઈ દિનેશભાઈ લોરીયા રહે.મધર પાર્ક એપાર્ટમેન્ટ મોરબી તથા કપિલભાઈ નરસીભાઈ ઘુમલીયા રહે.સરસ્વતી સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,70,500 ની રોકડ તથા 75 હજાર રૂપિયાની કિંમતના 8 મોબાઇલ ફોન આમ કુલ મળીને 3,45,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાનો ગુનો નોંધાયો છે
મોરબીના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સીમાં ગાર્ડન પેલેસ બ્લોક નંબર 503 માં જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવીને ત્યાં નાલ ઉઘરાવીને જુગાર રમાડતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા રહે. રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોક નંબર 503 મોરબી, વૈભવભાઈ નરભીરામભાઈ કકાસણીયા રહે. પંચાસર રોડ શ્રીમદ રાજનગર મોરબી, અમરસીભાઈ પરસોત્તમભાઈ બારૈયા રહે ઉમિયા નગર શેરી નંબર ત્રણ સંકલ્પ એપાર્ટમેન્ટ મોરબી, જયદીપભાઇ કેશવજીભાઈ અમૃતિયા રહે. સાહેબ પેલેસ રવાપર રોડ મોરબી, કાંતિભાઈ રેવાભાઇ ગામી રહે. બીલીયા, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા રહે. ઓપેરા એપાર્ટમેન્ટ રવાપર મોરબી તથા અમિતભાઈ કાંતિભાઈ દેત્રોજા રહે. સાહેબ એપાર્ટમેન્ટ એસપી રોડ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,21,600 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે