મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન

મોરબીસમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આજે પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી તથા મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષે તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં વસવાટ કરતા ધો. ૧ થી કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિધાર્થી ભાઈ-બહેનોએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા તથા અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, નરેન્દ્રભાઈ ઠાકર, હંસાબેન ઠાકર, જયદીપભાઇ મહેતા, કેયુરભાઈ પંડ્યા, રાજુભાઈ ઠાકર સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને આગેવાનોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

આ તકે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્યતાનું યોગ્ય સ્થાને સન્માન કરવામાં આવે તે જરૂરી છે કેમ કે તેમાંથી અનેક લોકોને પ્રેરણા મળે છે. હાલમાં જે રીતે બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેના માટે સંસ્થાના સંચાલકોને બિરદાવ્યા હતા. તો રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં જે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે તેને ઘટાડીને જો ઘડિયા લગ્ન કરવામાં આવે અને લગ્ન પાછળ થતા ખર્ચની રકમ બચાવીને બ્રહ્મ સમાજના જરૂરિયાત મંદ હોશિયાર વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ વાપરવામાં આવે તો સો ટકા તેનું ભવિષ્ય સુધારશે આટલું જ નહીં પરંતુ તેના બ્રહ્મ સમાજને સારા પરિણામો પણ મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ખાસ કરીને મોરબી પરશુરામ ધામ ખાતે પાંચ રૂમ બનાવવા માટેની ટહેલ નાખવામાં આવતા ખુદ કાંતિભાઈ અમૃતિયા તેમજ ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, હંસાબેન ઠાકર અને કિરણબેન ઠાકર દ્વારા એક એક રૂમ માટેના દાતા બનવાની જાહેરાત કરી હતી સાથોસાથ કાંતિભાઈ અમૃતિયાએ શિક્ષણ માટે બ્રહ્મ સમાજમાં ચોક્કસ ભંડોળ એકત્રિત કરીને હોશિયાર વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તો આર્થિક મદદ કરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ આર.કે.ભટ્ટ તથા મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News