મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા


SHARE









મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા

મોરબી જીલ્લામાં વાવડી રોડ ઉપર, બરવાળા ગામે, હસનપર શક્તિપરામાં, માથક ગામે ઝાંપા પાસે, મંગળપુર ગામના પાટીયા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 12 શખ્સને રોકડ રકમ સાથે આરોપીને પકડી લેવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મોહનભાઈ પ્રેમજીભાઈ હડિયલ (44) રહે. માધાપર મોરબી તથા યોગેશગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી (29) રહે. કારીયા સોસાયટી મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 4900 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે જોકે, આ ગુનામાં સમીરભાઈ રહે. મોરબી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના બરવાળા ગામે દુર્ગેશભાઈ દેલવાણીયાના મકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંતોષભાઈ ગગજીભાઈ દેલવાડીયા રહે. લાયન્સનગર મોરબી, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા રહે. વીસીપરા મોરબી તથા દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાડીયા રહે. બરવાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 44,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેરના હસનપર શક્તિપરા કાર્તિક સ્વામીના મંદિર સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા આડપેરમાલ કરુણાનિધિ મદ્રાસી (33), આદિમુલમ પરણીભાઈ મદ્રાસી (28) અને નારાયણ કરુણાનિધિ મદ્રાસી (22) રહે. બધા શક્તિપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,530 થી રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

હળવદના માથક ગામે ઝાંપા પાસે જાહેરમાં જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી હરદેવભાઈ દિનેશભાઈ મકવાણા (25) રહે. માથક અને સાગરભાઇ મહેશભાઈ દારોદરા (24) રહે. મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

હળવદના મંગળપુર ગામના પાટીયા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ ભગવાનભાઈ નગવાડિયા (40) અને મહેશભાઈ ભગવાનભાઈ નગવાડિયા (29) રહે. બંને મંગળાપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,830 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News