મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી


SHARE









વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ દ્વારકાધીશ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને મહિલા અને  પુરુષ આવ્યા હતા અને ત્યારબાદ વેપારીને નજર ચૂકવીને ત્યાંથી સોનાની બે બુટ્ટીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 81,400 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની વેપારીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના ખોરાણા ગામે રહેતા વેપારી કાનાભાઈ જોધાભાઈ ડાભી (49)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરની મેઇન બજારમાં હીરાપરના કોમ્પલેક્ષની બાજુમાં દ્વારકાધીશ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની ફરિયાદીની દુકાન આવેલ છે અને તે દુકાનમાં એક મહિલા અને પુરુષ દાગીના લેવાના બહાને ગ્રાહક બનીને આવ્યા હતા ત્યારબાદ વેપારીની નજર ચૂકવીને ત્યાંથી સોનાની બુટી જેનું વજન 5 ગ્રામ 190 મિલી અને તેની કિંમત 81,400 રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News