મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત


SHARE









મોરબી શહેરનો નવા ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેને કરી કલેકટરને રજૂઆત

મોરબી મહાપાલિકાનો ડી.પી. હાલ તૈયાર થઇ રહ્યો છે ત્યારે મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તથા વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો ન થાય તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવો ડીપી બનાવવામાં આવે તે અનિવાર્ય છે.

હાલમાં મહાપાલિકાના ચેરમેન રીષીપ કૈલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, નવો ડી.પી. બનાવવામાં આવી રહ્યો છે તો વર્ષ 2025-26 ની વસ્તીને ધ્યાને રાખીને તેમજ ભવિષ્યના વસ્તી વધારાને ધ્યાને લઈને ડી.પી. બનાવવામાં આવે તે જરૂરી છે. હાલમાં  મહાપાલિકા વિસ્તારમાં આવતા તમામ ગાડા માર્ગો ભવિષ્યમાં ચાર માર્ગ થઇ શકે તેવા 24 મીટરથી 30 મીટર પહોળાઈ વાળા બનાવવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા રહેશે નહી. તેમજ વરસાદના પાણીના નિકાલ માટે આયોજન કરવું જરૂરી છે હાલ મહાપાલિકાઓ તેમજ મેટ્રો સીટીમાં વરસાદી પાણીનો નિકાલ બંધ હોવાથી જે સ્થિતિ ઉભી થાય છે તે મોરબીમાં ભવિષ્યમાં ન થાય તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી છે

મોરબી શહેરના સીટી વિસ્તારના અને અન્ય તમામ મેઈન રોડ ટ્રાફિકની ધ્યાને રાખીને ફોરટ્રેક રસ્તા બનાવવા માટેનું આયોજન કરવું, શકત શનાળાથી ઘુનડા જતા રોડ પર અમર સોલાર બાજુમાં આવેલ સરકારી ખરાબા સર્વે નંબર 177 સર્વે નંબર 230 માં જે તળાવ આવેલ છે તેના બ્યુટીફીકેશનનું આયોજન કરવું તેમજ સરકારી ખરાબાની પડતર વિશાળ જમીન આવેલ છે અને આવવા જવા માટે રસ્તાઓની એલાઈમેન્ટ મોરબી-રાજકોટ રોડ, મોરબી રવાપર રોડ, એસપી રોડ અને કેનાલથી અવની રોડ સહિતની કનેકટીવીટી સરળતાથી મળી સકે તેમ છે. શકત શનાળા ગામે સરકારી ખરાબમાં મોરબી-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર મોરબીની અધ્યતન નવી સરકારી મેડીકલ કોલેજ અને નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ ચાલે છે અને જીલ્લા કોર્ટ પણ બની રહી છે જેથી 24 કલાક એમ્બ્યુલન્સ આવવા જવા શહેરના તમામ રોડને ટ્રાફિક સમસ્યા નડે નહિ તેવી રીતે રોડ એલાઈમેન્ટ આયોજન કરવું જોઈએ તેમજ મોરબી મહાનગરપાલિકા વિસ્તારના રવાપર રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર-સર્કીટ હાઉસ પાસે, શકત શનાળાને અલગ અલગ ઝોન ઓફીસ, ફાયર સ્ટેશન વગેરે સગવડ લોકોને મળી રહે તેવું આયોજન કરવું જણાવ્યું છે.




Latest News