મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા


SHARE









મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા

મોરબીના લક્ષ્મીનગર ગામે કોળી વાસમાં, રંગપર ગામે વાડીની ઓરડીમાં તથા આઈ.ટી.આઈ. સામે હોટલની પાછળના ભાગમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 17 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે રોકડ રકમ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ અંબુભાઈ હળવદિયા, અરજણભાઈ જેઠાભાઈ રીણીયા, અમિતભાઈ બાબુભાઈ રાણેવાડીયા અને સાગરભાઇ શામજીભાઈ કોરવાડિયા રહે. બધા લક્ષ્મીનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 20,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના રંગપર ગામથી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર ઘનશ્યામસિંહ ઝાલાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા રહે. રંગપર, અલ્પેશભાઈ બાબુભાઈ કાનાણી રહે. ધર્મ વિજય સોસાયટી મોરબી, જગદીશભાઈ ચતુરભાઈ બાવરવા રહે. ધર્મગંગા  સોસાયટી મહેન્દ્રનગર, મહેશભાઈ આંબારામભાઈ અંબાણી રહે. થોરાળા, રાજેશભાઈ કાનજીભાઈ મોટકા રહે. ખાખરેચી, ભરતભાઈ ચંદુભાઈ લોરીયા રહે. સરદારનગર મોરબી, સુરેશભાઈ દેવશીભાઈ જાલરીયા રહે. શિવશક્તિ સોસાયટી મોરબી, કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા રહે. પ્રભુ કૃપા ટાઉનશિપ મહેન્દ્રનગર, જીગ્નેશભાઈ હરજીવનભાઈ કડીવાર રહે. વાઘપર તથા રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા રહે. પીપળી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,22,700 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આઈટીઆઈ કોલેજની સામેના ભાગમાં આવેલ મોજે મસ્તરામ હોટલ પાછળ જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અર્જુન વિરમભાઈ કુંઢીયા રહે. ભીમસર મોરબી, પ્રતાપભાઈ સવજીભાઈ દેલવાડીયા અને મનસુખભાઈ નરસીભાઈ વાઘેલા રહે. બંને મોજે મસ્તરામ હોટલની પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News