અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીક કારખાનામાં માટી ખાતામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ઉદયસિંગ થાનસિંગ ભીલાલા (47) નામનો યુવાન રાત્રિના એક દોઢ વાગ્યાના અરસામાં સિમ્પોલો સીરામીક કારખાનામાં માટી ખાતામાં માટીના ઢગલા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવેલ હતો ત્યાર બાદ તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ.ગરીયા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન સિમ્પોલો સીરામીક કારખાનામાં માટી ખાતામાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવી જવાથી તેનુ માટી ખાતામાં માટીના ઢગલા પાસે જ મૃત્યુ નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના ગોકુળિયા ગામે રહેતા સુનિતાબેન પ્રતાપભાઈ ચૌહાણ (38) નામના મહિલાએ પંકજભાઈની વાડીએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લીધી

ટંકારા તાલુકાના કલ્યાણપુર પાસે આવેલ લેટિન પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં રહેતો અભિષેક પંકજકુમાર (20) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News