માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત


SHARE









ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ કારખાના સામેથી વૃદ્ધ પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી હડફેટે લેતા આકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વૃદ્ધ રસ્તા ઉપર નીચે પટકાતા તેના શરીર ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી વળ્યો હતો અને તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભ મૃતક વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ટંકારા તાલુકાના રોહીશાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા અનિલભાઈ ડાયાભાઈ ભોરણીયા (59) એ ટ્રક નંબર જીજે 36 એક્સ 1846 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નેકનામ પડધરી રોડ ઉપર ભારત ગેસના ગોડાઉન સામે રોડ ઉપરથી તેઓના મોટાભાઈ વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા તેનું સ્કૂટર નંબર જીજે 3 પીઇ 8437 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીના ભાઈ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ટ્રકના ટાયરનો જોટો તેના શરીર ઉપરથી ફરી જવાના કારણે તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી ફરિયાદીના ભાઈ વાલજીભાઈ ભોરણીયાનું મોત નીપજ્યું હતું અને ટ્રક ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોય આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા સાગર મનીષભાઈ રાવલ (25) નામના યુવાનને ઘુનડા રોડ ઉપર તળાવ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News