મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ


SHARE









મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ

મોરબીના લખધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડીથી આગળના ભાગમાં બે મિત્રો ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા રીક્ષા ચાલકે એક યુવાનને પાછળથી હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવેલ હતો અને બાદમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર ગામે વિનોદભાઈ ખોડાભાઈના મકાનમાં ભાડે રહેતા સુનિલકુમાર રામબહાદુર પાંડે (40)એ અજાણ્યા ઓટો રીક્ષાના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી નજીક કારખાના સામેથી ફરિયાદી તથા સાહેદ શોભનાથ રામલખન તિવારી બંને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઓટો રિક્ષાના ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને સાહેદને પાછળથી ઠોકર મારીને નીચે પછાડી દેતા તેને માથામાં હેમરાજ જેવી ઈજા થઈ હતી અને અકસ્માતના બનાવની પોલીસે જાણ કર્યા વગર રીક્ષા ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો ત્યાર બાદ ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News