મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો


SHARE









મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો

મોરબીના રંગપર રોડ ઉપર યુવાન છૂટક મજૂરીએ કામે જવા માટે તેને મિત્રની રાહ જોઈને ઉભો હતો ત્યારે ત્યાં બે શખ્સો તેની પાસે આવ્યા હતા અને ખોટી રીતે તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ બંને શખ્સો પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને યુવાનને છાતી, ખભા અને ગળાના ભાગે ઇજાઓ કરવામાં આવી હતી ત્યારબાદ હુમલાખોર બંને શખ્સ ત્યાંથી નાસી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર રોડ ઉપર આવેલ એબીસી નામના બંધ પડેલા કારખાનામાં રહેતા સુનિલભાઈ કનૈયાલાલ બામણીયા (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ અને રિતેશ રહે. બંને મધ્ય પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે રંગપર રોડ ઉપર એબીસી કારખાના સામે સત્યમ કાંટા પાસે તે ઉભો હતો અને છૂટક મજૂરીએ જવા માટે મિત્રની રાહ જોઈ રહ્યો હતો. દરમ્યાન બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે ખોટી રીતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ મારી નાખવાના ઇરાદે બંને શખ્સોએ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને છાતી, ખભા અને ગળા ઉપર છરી મારીને ઇજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News