મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં જુદીજુદી 4 જગ્યાએ જુગારની રેડમાં 22 શખ્સ પકડાયા માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર ભીમાસર ચોકડી પાસેથી 16,920 બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો: 34.08 લાખનો મુદ્દામાલ કબજે રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા
Breaking news
Morbi Today

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર ભીમાસર ચોકડી પાસેથી 16,920 બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો: 34.08 લાખનો મુદ્દામાલ કબજે


SHARE





માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર ભીમાસર ચોકડી પાસેથી 16,920 બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો: 34.08 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રેન્જ આઈજી ની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને ટ્રકને ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂ બિયરની 16,920 બોટલો મળી આવતા 24.03 લાખની કિંમતનો દારૂ બિયર તથા વાહન સહિત કુલ મળીને 34.08 લાખની કિંમતના મુદ્દામાલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે માલ મોકલાવનાર, મંગાવનાર સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

રેન્જ આઇ.જી. ચિરાગ કોરડીયાની સુચના મુજબ ટીમ કામ કરી રહી છે અને મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર પીએસઆઇ એમ.એચ. જાડેજા તથા ડી.સી.ઠાકોર સહિતની ટીમ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે બનાસકાંઠા ધાનેરા ચેકપોસ્ટ થઈને ડીસા, રાધનપુર, હારીજ, બેચરાજી, માલવણ, ધાંગધ્રા, હળવદ થઈને ટ્રક નંબર જીજે 18 બીટી 3262 માં દારૂ બિયરનો જથ્થો ભરીને કચ્છ તરફ આવવાનો છે જેથી કરીને રેન્જ આઈજી ની ટીમ દ્વારા મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડી પાસે રસ્તો બ્લોક કરીને વોચ રાખવામાં આવી હતી દરમિયાન ત્યાંથી મળેલ બાતમી મુજબનો ટ્રક તાલપત્રી બાંધીને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂ બિયરની કુલ મળીને 16,924 બોટલો મળી આવતા 24.03 લાખની કિંમતનો દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતનું વાહન અને અન્ય મુદ્દામાલ મળીને 34.08 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી ખેતારામ ઠાકુરામ માજીરાણા (40) રહે. લાલાજી કી ડુંગરી ગામ જીલ્લો જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે તેમજ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે આ કામગીરી રેન્જ આઈજી ની ટીમના પીએસઆઇ એમ.એચ. જાડેજા તથા ડી સી. ઠાકોર અને રસિકભાઈ પટેલ, પૃથ્વીસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલા વિગેરે દ્વારા કરવામાં આવી હતી




Latest News