ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો
SHARE
ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો
ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી દોઢેક વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી તેના આધારે પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને સગીરા પણ સાથે મળી આવી હોય તેને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 18/10/25 ના રોજ સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું હીરાપર ગામના પાટીયા પાસેથી આરોપી હસમુખભાઈ સુરેશભાઈ ચૌહાણ રહે. હડમતીયા વાળાએ અપહરણ કર્યું હતું જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી દરમિયાન ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ શેરસીયા તથા કોન્સ્ટેબલ કૌશિકકુમારને બાતમી મળી હતી કે, ભોગ બનેલ સગીરા તથા આરોપી બંને રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરે છે જેથી તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપરથી આરોપી હસમુખ ઉર્ફ જીગો સુરેશભાઈ ચૌહાણ (21) રહે. હડમતીયા વાળાને પકડવામાં આવ્યો હતો તેમજ તેની સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવી હોય તેને કબજામાં લઈને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને અગાઉ નોંધાયેલ ગુનામાં આરોપીની ધરપકડ બાદ પોકસોનો ઉમેરો કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.