મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE









કેમ અમારી બાતમી આપશ ? કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો

ટંકારાના અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેને રસ્તામાં રોક્યો હતો અને “કેમ અમારી બાતમી આપશ” તેવું કહીને તે યુવાનને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે બે શખ્સએ તેને માર માર્યો હતો અને બાદમાં ફોન કરીને બીજા બે શખ્સને બોલાવવામાં આવતા તે ત્યાં આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આવેલ આઈશાબાપીરની દરગાહ પાસે સોવારિયા પ્લોટમાં રહેતા હાજીસા ઉર્ફે મુન્નો હુસેનશા સોહર્વદી (33) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હબીબભાઈ હુસેનભાઈ અબ્રાણી, ઇમરાનભાઈ હબીબભાઇ અબ્રાણી, આદમભાઈ ઈશાભાઈ અબ્રાણી અને અવેશભાઈ આદમભાઈ અબ્રાણી રહે. બધા ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે ખીજડીયા ચોકડીથી અમરાપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે હબીબભાઈ અને ઇમરાનભાઈએ તેને રોકીને “કેમ અમારી બાતમી આપશ” તેવું કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ હબીબભાઈએ લોખંડના પાઈપ વડે ડાબા પગમાં અને ઇમરાનભાઈએ લાકડાના ધોકા વડે જમણા પગમાં ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારબાદ બીજા બે આરોપીઓને સ્થળ ઉપર ફોન કરીને બોલાવવામાં આવતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા અને ઇમરાનભાઈ આદમભાઈ અને અવેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને જતા જતા કહ્યું હતું કે “તું પોલીસ ફરિયાદ કરવા જઈશ તો તને જાનથી મારી નાખશુ” જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કાશીપર ગામેથી બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા હરેશભાઈ સુખાભાઈ ધોરીયા (22)એ હાલમાં અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, કાશીપર ગામની સરકારી શાળા પાસે ફરિયાદીની વાડી આવેલ છે અને ત્યાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 એક્યુ 2778 પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News