મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ


SHARE





મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ,લાતીપ્લોટ-વીસીપરામાં પત્ની સાથે ઝગડા બાદ બે યુવાન સારવારમાં !

 

મોરબી તાલુકાના જોધપર (નદી) ગામેથી સગીરાનું અપહરણ થતા પોલીસ ફરીયાદ નોંધાવા પામેલ છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી જોધપર (નદી) ગામે કારખાનાના લેબર કવાટરમાં રહી મજુરીકામ કરતા પરીવારની તેર વર્ષની દીકરીનું અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવતા ભોગ બનનાર સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવેલ છે. પીએસઆઈ ડી.ડી. જોગેલાએ અજાણ્યા ઈસમની સામે ગુનો નોંધી ભોગ બનનારને શોધવા તપાસ શરૂ કરેલ છે.જયારે લાતીપ્લોટ પાસેના મુનનગરમાં આવેલ ભારત હાઈડ્રોલીકમાં પતી પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જેમાં રાજેશ દેવસીભાઈ ચાવડા (35) રહે. પંચાસર રોડ વાડી વિસ્તારને તેના પત્ની ક્રિષ્નાબેને પથ્થર મારતા રાજેશભાઈને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માત
 મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે થયેલ વાહન અકસ્માત બનાવમાં માથામાં ઈજાઓ થતા મહેશભાઈ ભીખુભાઈ બારોટ (50) રહે. મોરબીને સારવારમાં ખસેડાયા હતા. શનાળા પાસેની લાયન્સનગરમાં સાપ કરડી જતા સુરેશ દિલીપભાઈ ચારોલીયા (45)ને સારવારમાં લાવવામાં આવ્યા હતા. વીસીપરા મિલની ચાલીમાં રહેતા સુલેમાન રફીકભાઈ મહેર (20) નામના યુવાનને પત્ની સાથેના ઝગડા બાદ સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં
 મોરબી સબ જેલ નજીક જાતે ઈજા કરતા સાજણભાઈ બ્લોચ (18) રહે. મકરાણીવાસને સિવિલે ખસેડાયો હતો. જયારે ટંકારાના સાવડી ગામે બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા સૂર્યનાથ બીંદેશ્ર્વર યાદવ (45) રહે.ઓટાળા ટંકારાને સારવારમાં લઈ જવાયો હતો. હળવદના જુના ઈસનપુર ગામે શકિત માતા મંદિરની પાસે ધોકા-પાઈપ વડે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા હરીસંગ લાધાભાઈ મકવાણા (29) રહે. જુના ઈસનપુરને સારવાર માટે મોરબી લવાયો હતો.હળવદના ટીકર ગામે નવાપરા વિસ્તારમાં રહેતા અવચરભાઈ દેવસીભાઈ પરમાર (55)ને ઘર પાસે મારામારી બનાવમાં ઈજા થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાઈક સ્લીપ
 મોરબીના આમરણથી બેલા જતા રસ્તે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલા રાહુલ હુશેનભાઈ વસુનીયા (20) હાલ રહે. બેલા (આમરણ)ને 108 વડે સારવારમાં ખસેડાયો હતો. જયારે લીલાપર ગામે પેપર મિલમાં ટ્રકમાંથી ઉતરતા સમયે પડી જતા ઈજા પામેલા આલમકુમાર (35) રહે. જયતાપુર બલરામપુર ઉતર પ્રદેશને સારવારમાં ખસેડાયો હતો. મોરબીના ચાંચાપર ગામે રહેતા રમેશભાઈ ચાવડા (30)ને સાપ કરડી જતા સિવિલે ખસેડાયો હતો. જયારે નારણકા ગામે અજાણ્યા બાઈક ચાલકે ટકકર મારતા ઈજા પામેલા દાઉદ ચનાભાઈ ભીલ (12) અને પિયુષ ચંપકલાલ રાવલ (12) બંને રહે. નારણકાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લીલાપર ચોકડી પાસેના ગ્રીન સ્પા ખાતે મોડી રાતના બનેલા મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સૌરભ રામપ્રકાશ યાદવ (26) મુળ ઉતરપ્રદેશ હાલ મોરબીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો




Latest News