મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી


SHARE









કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

ભુજ ખાતે રક્ષાબંધનના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદાર બહેનોએ સાંસદને રાખડી બાંધીને ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પવિત્ર બંધનને ઉજાગર કર્યું હતું.

સાંસદએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનએ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ-વિશ્વાસનો તહેવાર છે. આ પ્રસંગે સાંસદએ સફાઈ કામદાર બહેનો દ્વારા શહેરની સ્વચ્છતા અને જનસ્વાસ્થ્ય માટે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય છે. તેમના પરિશ્રમ અને સમર્પણને સમાજે હંમેશા સન્માન આપવું જોઈએ. રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સફાઈ કામદાર બહેનો સાથે ઉજવણી કરીને સાંસદએ તેમના પ્રત્યે સન્માન, લાગણી અને ભાઈચારા વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. સફાઇ કામદાર બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. સાંસદ વિનોદભાઇ તરફ થી દરેક બહેનોને શુભેચ્છા રૂપે સાડી અને શુભેચ્છા અર્પણ કરી હતી. આ પ્રસંગે ભુજ નગરપતિ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, વિરમભાઈ આહીર તેમજ અન્ય આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News