મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી


SHARE









મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી

મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિકોના ક્વાર્ટરને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યા છે અને એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલ ફોન લેબર કવાર્ટરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રંગપર અને જીવાપર રોડ ઉપર આવેલ લુપ્ટેન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોમાંથી અલગ અલગ ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોના એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલની કોઈએ ચોરી કરેલ છે જેથી 29 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોધવાવમાં આવેલ છે તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News