મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

સરકારની આંખ ખોલવા મોરબી યાર્ડમાંથી ભાજપના મૂળિયાં ઉખેડી નાખો-લાલતિભાઈ કગથરા: સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ ન હોય-મગનભાઇ વડાવિયા


SHARE









સરકારની આંખ ખોલવા મોરબી યાર્ડમાંથી ભાજપના મૂળિયાં ઉખેડી નાખો-લાલતિભાઈ કગથરા: સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ ન હોય-મગનભાઇ વડાવિયા

મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી માટે આજે એક જ દિવસમાં ઉમેદવારી પત્ર ભરવાના છે જેથી કરીને ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો સહિતના ઉમેદવારી પત્રો ભરવા માટે માર્કેટ યાર્ડ ખાતે પહોચ્યા હતા અને હાલમાં ખેડૂત તથા વેપારી પેનલમાં ઉમેદવારી નોંધાવવા માટે આગેવાનો પોતાના ફોર્મ ભરી રહ્યા છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ 14 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનું આજે સવારે 11:00 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને સાંજના 5:00 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ તા. 30/8  ના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછીના તા 2/9 ના રોજ ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ રહેશે ત્યાર બાદ જો 14 બેઠકો માટે 14 કરતાં વધુ ઉમેદવારો હશે તો આગામી તા. 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે છે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરવામાં આવશે. જિલ્લા રજીસ્ટ્રાર ડો. બિમલ પટેલે જણાવ્યુ હતું.

આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1500 જેટલા અને વેપારી પેનલ માટે 51 મતદારો છે જેના દ્વારા મતદાન કરવામાં આવશે. ઉલેખનીય છે કે, અગાઉ જ્યારે યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે વેપારી પેનલની 4 પૈકીની 3 બેઠકો ભાજપે ગુમાવી હતી અને આ વખતે ખેડૂતોનું મોરબી જીલ્લામાં વીજ કંપની પાસેથી વળતર મુદે આંદોલન ચાલી રહ્યું છે અને ગામડે ગામડે ખેડૂતો ભાજપની પ્રવેશ બંધીના બેનર પણ લગાવી રહ્યા છે ત્યારે આ ચુંટણીમાં ખેડૂતો કોની સાથે રહેશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. જો કે, ગત ચૂંટણીમાં જે વેપારી પેનલમાં ભાજપને નુકશાન થયું હતું તે પેનલમાં આ વખતે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી કરવા માટે તૈયાર થતાં નથી ત્યારે વેપારી પેનલમાં ભાજપને ફાયદો થાય તેવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે

આજે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય લાલતિભાઈ કગથરા યાર્ડ ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ ખેડૂતોને સરકારને ભાન કરાવવા માટે અને તેઓની આંખ ખોલવા માટે ચુંટણીમાં પરીવર્તન લાવીએ ભાજપના મૂળિયાં ઉખેડી નાખવા માટે આહવાન કર્યું હતું જયરે સહકાર પેનલા અને ભાજપના આગેવાન મગનભાઇ વડાવિયાએ કહ્યું હતું કે, અમે વર્ષોથી સરકારી ક્ષેત્રેમાં સહકારી પેનલથી ચૂંટણી લડી છે આ યાર્ડમાં અગાઉ 4 ચૂંટણી થયેલ છે અને ગત ચુંટણીમાં ખુદ કોંગ્રેસનાં ધારાસભ્ય ઊભા રહ્યા હતા તે પણ હારી ગયા હતા. અને બધી જ સહકારી સંસ્થાઓના આગેવાનો અમારી સાથે જ છે.




Latest News