મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું


SHARE









મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું

મોરબી જીલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપ સીતારામ ચોક ખાતેથી પથ સંચલન શરૂ કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ફરીને ત્યાં જ પૂરું કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પિંકીબેન પવાર હાજર રહ્યા હતા અને તેઓએ માર્ગદર્શન આપ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની દ્વારા મોરબીમાં સમયાંતરે પથ સંચલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે શુક્રવારે ગાંધી જયંતીના દિવસે સાંજે મોરબીના રવાપર રોડે આવેલ બાપાસીતારામ ચોકથી પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પથ સંચલનનો રૂટ બાપા સીતારામ ચોકથી એવન્યુ પાર્ક, સીતા ચોક, રામ ચોક, નવાબસસ્ટેન્ડ થઈને બાપા સીતારામ ચોક સુધીનો રાખવામા આવેલ હતો અને પથ સંચલન પૂર્ણ થયાં બાદ બાપાસીતારામ ચોક ખાતે વિહિપ-દુર્ગાવાહિની અખિલ ભારતીય સહ સંયોજીકા પિંકીબેન પવાર દ્વારા સાંપ્રત સમયને અનુરૂપ વક્તવ્ય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અને પથ સંચલનને નિહાળવા માટે તેમજ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ઠેરઠેર પથ સંચાલનનુ સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની દ્વાર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News