અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો


SHARE









ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર વીરપર પાસે આવેલ કાદરી હોટલ ખાતે યુવાન સહિત બે વ્યક્તિઓ જમવા માટે ગયા હતા અને જમવાનું આપવાનું કહ્યું હતું ત્યારે હોટલવાળાએ જમવાનું આપવામાં વાર લાગશે તેવું કહ્યું હતું જેથી બોલાચાલી થઈ હતી ત્યારે હોટલવાળાએ યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને છરી વડે હુમલો કર્યો હતો જેથી યુવાનને માથાની પાછળના ભાગમાં છરી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના વીરપર ગામે પાણીના ટાંકા પાસે રહેતા ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (24)એ હાલમાં કાદરી હોટલ વાળા ઈમ્તિયાઝભાઈ રહે. વીરપર તથા રાઠોડભાઈ રહે. હરીકૃપા સોસાયટી વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કની સામે કાદરી હોટલ ખાતે ફરિયાદી અને સાહેદ જમવા માટે ગયા હતા અને ફરિયાદીએ જમવાનું આપવા માટે કહ્યું હતું જે હોટલ વાળા ઈમ્તિયાઝભાઈને સારું નથી લાગતા તેણે કહ્યું હતું કે “જમવામાં વાર લાગશે” જેથી ફરિયાદી તથા આરોપી વચ્ચે જમવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને છરીનો ઘા માથાના પાછળના ભાગે મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ રાઠોડભાઈએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News