મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે
Breaking news
Morbi Today

રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા


SHARE









રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા

ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને 'RTI Week Celebration' અંતર્ગત આજે તા. ૧૨ ના રોજ "સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ" વિષયક વિડિયો કોન્ફરન્સ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી જિલ્લાના સંબંધિત સંકલન અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય માહિતી કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પરિસંવાદ દરમિયાન માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI Act) ના કાયદાકીય જોગવાઈઓનું સુચારુ અમલીકરણ કરવા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓની જવાબદારીઓનું સુદ્રઢીકરણ કરવા તેમજ અરજદારોને સમયસર અને પારદર્શક માહિતી પૂરી પાડવા અંગે વ્યાપક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વી.સી.ના માધ્યમથી જોડાઈને RTI અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી કાયદાના અસરકારક પાલન અંગેની વિગતો મેળવી હતી.




Latest News