મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના


SHARE









મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના

વતનથી દૂર વસતા ગુજરાતીઓ માટે ગરબો માતાજીની આરાધના સાથે પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાવાનું માધ્યમ છે. આ ભાવનાને જીવંત કરતો ગરબા કાર્યક્રમ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પાર્સિપની શહેરમાં સ્મિથ ગાર્ડન ખાતે યોજાયો હતો. અને મા અંબાજીની આરાધના સાથે ગુજરાતી તથા ભારતીય સમુદાયે ગરબે રમીને ભક્તિ અને પરંપરાનો આનંદ માણ્યો હતો.

વડોદરા સાથે નાતો ધરાવતા પાર્સિપનીના મેયર પુલકિત દેસાઈની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સંગીતાબેન દેસાઈ, રજનીકાંત પાટીદાર તથા ગુણવંતભાઈ પટેલ (આરદેસણા) સાથે જોડાયેલા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વડોદરાની ગાયિકા કાવ્યાબેનના સ્વરે રજૂ થયેલા માતાજીના ગરબાના તાલે અને ભક્તિના રંગે સહુ કોઈ ગરબે રમ્યા હતા. અને આયોજકો દ્વારા ભારતીય અનુરૂપ ખાણીપીણીના સ્ટૉલનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સહિયારા પ્રયાસોથી વિદેશમાં વસતા ભારતીયોને પોતાની પરંપરા સાથે જોડાવાનો સુંદર અવસર મળ્યો હતો. અને મા અંબાના ગરબાના તાલે અમેરિકાની ધરતી પર ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સંભળાયો હતો.




Latest News