મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી
મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે
SHARE
મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે
મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો તૃતીય પાટોત્સવ આગામી તા 22/10 ના રોજ યોજાશે. જેમાં એસટીના જુના નિવૃત થયેલા તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.
મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના તૃતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાટોત્સવ આગામી તા 22/10 ના રોજ રાખવામા આવેલ છે અને સવારે 8:30 કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના તમામ વડીલોને હાજર રહેવા માટે મોરબી એસટી ડેપો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે