મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત
મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
SHARE
મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે પિતૃઓના સ્મરણ અને શ્રદ્ધા અર્પણના પર્વ એવા 16 શ્રાદ્ધ દરમિયાન ગ્રુપ દ્વારા સતત સેવાકાર્યો કરવામાં આવ્યા હતા જેમાં મેધપર ખાતે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો, વિદ્યાલયની તમામ દીકરીઓને ચપ્પલનું વિતરણ, માળિયા ખાતે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલો પ્રત્યે આદર, સન્માન અને હૂંફની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મોરબીમાં નવલખી ફાટક પાસે, પરશુરામ ધામ નજીક, કામધેનું સર્કલ, દલવાડી સર્કલ, લીલાપર કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના બહેનો સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા હતા.









