ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
SHARE
ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં યોજાઈ રહેલા 'ખેલ મહાકુંભ-૨૦૨૬' અંતર્ગત મોરબી જિલ્લામાં પણ સ્પર્ધાઓનો યોજાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાકક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ અંતર્ગત કુલ ૨૪ જેટલી અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતગમત મહોત્સવ હેઠળ બેડમિન્ટન, વોલીબોલ અને જુડો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના ઉત્સાહી રમતવીરોએ ભાગ લઈને રમત પ્રત્યેનો પોતાનો જોશ અને ઉત્સાહ દર્શાવ્યો હતો અને વિવિધ વયજૂથના ખેલાડીઓએ ખેલદિલીની ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું