મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
SHARE
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું સમાજની બહેન દીકરીઓ માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના ન્યૂ પેલેસ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાજપુત સમાજની દિકરીઓ દ્વારા અદ્ભુત તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન દીકરીઓ અને બહેનો દ્વારા ગરબી અને ગરબામાં રાસ ગરબા રજૂ કરવામાં આવતા હોય છે જોકે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજની બહેન દીકરીઓ માટે જે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેન મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની- વવાણીયા (મોરબી) છે અને કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મિયાણા) હતા. અને મોરબી રાજવી પરિવારની સહમતિથી મોરબીના ન્યુ પેલેસના પટાંગણમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ક્ષત્રિય સમાજની 70 થી વધુ દીકરીઓ દ્વારા 15 દિવસની પ્રેક્ટિસ કરીને બાઈક ઉપર તેમજ જમીન ઉપર તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે રાજપૂત સમાજના અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તલવાર રાસને સહુ કોઈએ બિરદાવ્યો હતો
મોરબી રાજપૂત સમાજના બહેનો અને દીકરીઓ માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને સમાજની બહેન દીકરીઓને જુદીજુદી કેટેગરીમાં ઈનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ અર્વાચીન રસોત્સવ કે અન્ય કોઈ જગ્યાએ રાસ ગરબામાં જતા ન હોય તેઓની માટે મોરબી રાજપૂત સમાજ દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં દીકરીઓ દ્વારા ઘુમર રાસ, તલવાર રાસ સહિતના રાજપુત સમાજને શોભે તેવા રાસ બહેન દિકરીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા આ નવરાત્રી મહોત્સવમાં મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ રાસ રમવા માટે થઈને આવ્યા હતા અને દીકરીઓ દ્વારા રજુ કરવામાં આવેલ બાઈક સાથેનો તલવાર રાસ સહુ કોઈએ બિરદાવ્યો હતો.
ક્ષત્રિય સમાજની શાન તલવારને ગણાવીએ તો તેમાં જરા પણ અતિશ્યોક્તિ નથી અને તલવાર લઈને દીકરીઓ જ્યારે રાસ રજૂ કરતી હોય તો ચાચર ચોકમાં સાક્ષાત માઁ ભવાની રાસ રમતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને આવો જ ઘાટ મોરબી ન્યુ પેલેસના પટાંગણમાં જોવા મળ્યો હતો મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત રસોત્સવમાં દીકરીઓ દ્વારા પરંપરાગત વસ્ત્રો સાથે રાસ ગરબા અને તલવાર રજૂ કરીને સહુકોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.